તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • ખુલ્લામાં શૌચક્રિયા મુકત કરવા જનભાગીદારી માટે આહવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલ્લામાં શૌચક્રિયા મુકત કરવા જનભાગીદારી માટે આહવાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વચ્છતા માટે શ્રમદાન કરવા અને સહભાગી બનવા અપીલ

સ્વચ્છભારત મિશન (ગ્રામીણ) હેઠળ જિલ્લાનાં બધા ગામોમાં વ્યકિતગત શૌચાલયો બને અને લોકો તેનો ઉપયોગ કરતા થાય માટે મિશન હેઠળ યુધ્ધનાં ધોરણે વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે.

પરંતુ માત્ર વહીવટી તંત્ર નહીં જાહેર જનતા પણ સ્વચ્છતાનાં કાર્યમાં જોડાય તે માટે સામાજીક સંગઠનો, સ્વૈચ્છીક સંસ્થાઓ, પ્રબુધ્ધ નાગરીકો, પદાધિકારીઓ, શાળા-કોલેજનાં એનસીસી, એનએસએસનાં વિઘાર્થીઓ, કર્મચારી સંગઠનો અને વ્યકિતગત તમામ લોકો જે કાર્યને સફળ બનાવવા અને આપણો જીલ્લો, નિર્મળ જીલ્લો બને તે માટે સહુને ઉમદા કાર્યમાં શ્રમદાન, માર્ગદર્શન અને વિવિધ સ્પર્ધાઓ વગેરે સ્વરૂપે સહભાગી બનવા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અજય પ્રકાશે અપીલ કરી છે.

તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢનાં નિયામક એસ.ડી.વસાવા તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં ડેવલપમેન્ટ સપોર્ટ પાર્ટનર તરીકે કાર્યરત ટાટા વોટર મિશનનાં જિલ્લા કન્સલ્ટન્ટ અરશી નંદાણીયાએ જણાવ્યુ હતુ કે રસ ધરાવનાર સુજ્ઞ નગરજનો માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ‘ગ્રામ વિકાસ ભવન’ સરદાર બાગ ખાતે સંપર્ક સાધવા જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો