તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથ મંદિરનાં મહંત પદે તનસુખગીરીબાપુને નીમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી

ભવનાથમહાદેવ મંદિરનાં મહંતની મુદ્દત પુર્ણ થઇ ગઇ છે. હાલ હરીગીરીબાપુ મહંત પદે કાર્યરત છે.ત્યારે મહંત પદે અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરીબાપુને નિમવા ગૌસ્વામી સમાજ અને મંદિરનાં સવેકગણે માંગ કરી છે. ગૌસ્વામી સમાજનાં પ્રમુખ રૂપેશગીરી ગૌસ્વામી સહિતનાં સમાજનાં આગેવાનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતુ.અને રજૂઆત કરી હતી કે,તત્કાલીન કલેકટરે હરીગીરીબાપુને મહંત પદે નિમ્યા હતા.બાદ મંદિર વિવાદમાં રહ્યું છે.મંદિરનો સઘળો વહિવટ એક સંસારી મહિલાને સોંપી દેવામાં આવ્યો છે.પોતાની મનમાની કરી તમામ પરંપરાઓને ખંડિત કરી છે. ભવનાથ મંદિરનાં મહંત પદની મુદ્દત પુરી થતા મંદિરનાં મહંત પદે રહી ચુકેલા તનસુખગીરીબાપુને મહંત પદે નિમવા માંગ છે.તેમજ મંદિરનાં મહંતપદે કોઇ ત્રાહિત વ્યક્તીની નિમણુંક થશે તો ગાંધી ચિંધ્યામાર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો