તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢમાં રખડતા ઢોરનાં ત્રાસ મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનાં બીજા દિવસે જબ્બરો પ્રતિસાદ : મનપાએ કા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં રખડતા ઢોરનાં ત્રાસ મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનાં બીજા દિવસે જબ્બરો પ્રતિસાદ : મનપાએ કાર્યવાહી શરૂ કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાલ પાસે ઢોરનાં કારણે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનને શ્રદ્ધાંજલિ આપી

1000 લોકોએ કહ્યું, ઢોરનાં ત્રાસમાંથી છોડાવો

જૂનાગઢમાંરખડતા ઢોરનાં ત્રાસ મુદ્દે ખેડૂત હિત રક્ષક સમિતીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.જેને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે 1000 લોકોએ છાવણીને મુલાકાત લઇ કહ્યું હતુ કે, ઢોરનાં ત્રાસમાંથી મુક્તી આપવો. જયારે આજે ઢોરનાં કારણે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી.અને પ્રશ્નાર્થ વાળી ફોટો ફ્રેમ રાખી સવાલ ઉઠાવ્યો હતો કે હવે કોનાં સ્વજનનો ભોગ લેવાશે ω.

જૂનાગઢમાં શહેરમાં રખડતા ઢોરનાં ત્રાસ સામે ખેડૂત હિત રક્ષક સમિતીનાં અતુલ શેખડા, પ્રવિણ મકવાણા, સંજય વાગડિયા, એ.કે. પાઠક સહિતનાં ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે.આંદોલનનાં બીજા દિવસે શહેરમાંથી જબર પ્રતિસાદ મળ્યો છે.તેમજ આજે વડાલ પાસે ઢોરનાં કારણે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી.અને બાજૂમાં એક પ્રશ્નાર્થવાળો ફોટો ફ્રેમ રાખવામાં આવી હતી.આંદોલનકારીઓએ સવાલ ઉઠાવ્યો હતો કે તંત્રનાં પાપે હવે કોનાં સ્વજનનો ભોગ લવાશે. અંગે અતુલ શેખડાએ જણાવ્યું હતુ કે, જૂદા-જુદા સંગઠનો, સામાજીક સંસ્થાઓ, મહિલાઓ, ટયુશન,કોલેજનાં છાત્રોએ છાવણીની મુલાકાત લીધી હતી.એક હજારો જેટલા લોકોએ છાવણીની મુલાકાત લઇ કહ્યું હતુ કે, હવે ઢોરનાં ત્રાસમાંથી મુક્તી આપવો.તેમજ ગામમાં હજાર ઢોર રખડી રહ્યા છે.તેની સામે તંત્રે માત્ર નવ ઢોર પકડી ખોટી પ્રસિધ્ધી મળવી રહ્યું છે.આજે સીટુનાં બટુક મકવાણા સહિતનાં આગેવાનોએ પણ છાવણીની મુલાકાત લીધી હતી.

રખડતા ઢોર મુદ્દે ઉપવાસ આંદોલન શરૂ થયું છે. જોકે, તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આવતી કાલે આંદોલન કારીઓ દ્વારા તંત્રને સદબુદ્ધી આવે તે માટે યજ્ઞ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો