તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ રેલ્વે સ્ટેશન પરથી સાત સગીર મળી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તમામને બાળગૃહમાં મોકલી દેવાયા

જૂનાગઢરેલ્વે સ્ટેશનમાં કર્મચારીઓ દ્વારા પ્લેટફોર્મ અને ટ્રેનમાં ચેકીંગ હાથ ધરતા 7 સગીરો ભટકી ગયેલી હાલતમાં મળ્યા હતા. જેનો કબજો મેળવી બાળ સુરક્ષા એકમ હેઠળ બાળગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.

જૂનાગઢ રેલ્વે સ્ટેશનમાં આઇપીઅેફ સહીતનાં સ્ટાફે સવારથી પ્લેટફોર્મનું ચેકીંગ કર્યુ હતું. તેમજ ટ્રેનોની દેખરેખ રાખી હતી. જે દરમિયાન 7 સગીરો ભટકી ગયેલી હાલતમાં મળતા સ્ટાફે પૂછપરછ કરી હતી.

સગીરોનાં નામ નોંધી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરી બાળગૃહ ખાતે બાળકોને મોકલી માનવતા દાખવી હતી. બાળકો બિહાર સહિતનાં રાજ્યોમાંથી ભટકી ગયા હતા. તેમનાં માતા-પિતા મજુરી કામે ગયા હોવાથી બાળકો ઘરેથી ગુમ થયા હશે એવી શંકા ગઇ હતી. 5 બાળકી અને બે બાળક સહિત સગીરોની પૂછપરછ કરી તંત્ર માતા-પિતાની શોધખોળ માટે કામે લાગી ગયુ હતું. બાળગૃહમાં બાળકોને રહેવા જમવાની સગવડતા પુરી પાડવામાં આવી હતી. રેલ્વે વિભાગ દ્વારા રઝળતા અને ભટકી ગયેલા બાળકો બાળમજુરી કરી કે માંગી ખાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો