તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છીંડે ચડયો તે ચોરની ઉક્તિ પ્રમાણે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કમિશ્નરે રાઉન્ડ દરમિયાન પ્રત્યક્ષ નિહાળ્યું

મનપા કચેરીમાં થુંકનાર અરજદારને 2 હજારનો દંડ

જૂનાગઢમહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા જાળવવા શહેરીજનોને વારંવાર તાકિદ કરવામાં આવે છે. પરંતુ લોકો દ્વારા સ્વચછતા જાળવવા અંગે જોઇ એવો સહકાર મહાનગરપાલિકાને સાંપડી રહ્યો નથી. જેનાં કારણે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ભંગ બદલ દંડ વસુલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા નિરિક્ષણ કરતા કચેરીમાં ફરતા એક અરજદાર રતીલાલ એમ ચંદ્રાણી દ્વારા કચેરીમાં જાહેરમાં થુકદાનીમાં થુકવાને બદલે કચેરી કમ્પાઉન્ડમાં ગંદકી કરી હતી. ગંદકી કરવાનાં કારણે કમિશ્નરે તેઓની પાસેથી રૂ.2 હજારનો દંડ સ્થળ પર વસુલવામાં આવ્યો હતો. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જાહેર મિલ્કતોનો બગાડ કરવા અને સ્વચ્છતા જાળવવા અંગે અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં કચરો ફેલાવનાર, ગંદકી ફેલાવના સામે આગામી દિવસોમાં કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો