તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કરોડોનું ફૂલેકુ ફેરવનાર પરિવાર સામે ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડોનું ફૂલેકુ ફેરવનાર પરિવાર સામે ફરિયાદ નોંધાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેમ જેમ સભ્યો બહાર આવશે તેમ રકમનો આંક વધશે

લોભામણી સ્કીમનાં નામે 500 સભ્યનાં રૂપિયા 55 લાખ ડુબ્યા

જૂનાગઢશહેરમાં ભારે ચર્ચા જગાડનાર ફુલેકા કાંડમાં અંતે વેપારીઓ સામે આવી રહ્યા છે અને સત્તાવરા પોલીસમાં છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી ગઇ છે. જૂનાગઢનાં જેનીલી શોપીંગ સેન્ટરમાં પેઢી શરૂ કરી લોભામણી સ્કીમનાં નામે રૂપિયા ઉધારાવ્યા હતા. બાદ પેઢી શરૂ કરનાર કરોડો રૂપિયા સાથે રફુચક્કર થઇ ગયો હતો. અંગે એપસી નિલેશ જાજડિયાની સુચનાથી એલસીબી પીઆઇ બી.એમ.ચૌધરી, પીએસઆઇ જે.પી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી હતી.જેના પગલે ભોગ બનાર પરમાંણદભાઇ ટોપણદાસ વધવાને મળ્યા હતા અને હકિકત મળેવી હતી. જેના પગલે પરમાંણદભાઇ વધવાએ રણજીતસીંઘ આયલસીંઘાણી, મહેત્દ્રસીંઘ ઉર્ફે ડોલીસીંઘ, હરનામસીંઘ ઉર્ફે પપ્પુ, સોનુબેન , જાનીબેન, પરમજીતકૌતર સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં આયલસીંઘાણી પરિવાર લોભામણી સ્કીમ શરૂ કરી હતી. બાદ તેનો ઇનામી ડ્રો બહાર પાડતા હતા.ઇનામી ડ્રોનાં રેકર્ડનાં આધારે જૂનાગઢમાં પરમાણંદભાઇનાં 11 હજાર સહિત 500 સભ્યનાં અંદાજીત 55 લાખનાં છેતરપીડીં કરી હતી. અંગે પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. એલસીબી પીઆઇ બી.એમ.ચૌધરીએ કહ્યું હતું કે, અંગે ભોગ બનેલા લોકોએ પોલીસનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો