તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌચર વિકાસ બોર્ડે બે ગૌશાળા નિહાળી, સહાય કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંગૌચર વિકાસ બોર્ડનાં આયોજક વલ્લભભાઇ કથિરીયાએ વાડલા ફાટકની ગોશાળા અને બિલખાની નંદબાવા ગૌશાળાની મુલાકાત લીધી હતી. જેમાં વાડલા પાસેની ગૌશાળામાં સોલાર પમ્પથી વિજળીનું લોકાર્પણ અને બિલખાની ગૌશાળામાં રૂ.15 લાખ અને 1 ટ્રેકટર ઘાસ-ચારા માટે આપ્યુ હતું.

જૂનાગઢમાં ગુજરાત ગૌચર બોર્ડનાં વલ્લભભાઇ કથિરીયાએ વાડલા ફાટક પાસેની ગૌશાળા અને નંદબાવા ગૌશાળાની મુલાકાત લીધી હતી. સમયે વાડલાની ગૌશાળામાં સોલાર પમ્પથી વિજળીનું લોકાર્પણ કર્યું હતું. તેમજ નંદબાવા ગૌશાળામાં રૂ.15 લાખના ખર્ચે ગૌચર સુધારણા માટે આપ્યું હતું. ખિરકમાં જઇને ગૌવંશની કાળજી લેતા યુવાનોને કર્મ બદલ બિરદાવી અભિનંદન આપ્યા હતા. તેમજ રાજય સરકાર ગૌસેવા ક્ષેત્રો ખુલ્લા મને સહાય કરશે તેવી વાત કરી છે. ગૌશાળામાં માત્ર ગાય નહિં પરંતુ ગૌવંશની સારવાર આપતા જણાવ્યું હતું. તકે જિલ્લાની જુદી-જુદી ગૌશાળાનાં સંચાલકો, આયોજકો, સેવાભાવી, પ્રવૃતિ કરનારાને બિરદાવ્યા હતા. માણાવદરનાં પ્રેમસ્વરૂપ સ્વામીએ હાજરી આપી હતી.

ગૌચર વિકાસ બોર્ડનાં આયોજક જૂનાગઢ શહેરની વિવિધ ગૌશાળા ખાતે મુલાકાત લીધી હતી. તેમજ સહાયની જાહેરાત કરી હતી. }ભાસ્કર

ગૌશાળામાં ઘાસની અછત

ચાલુવર્ષે ગ્રામીણ સ્તરે ગૌશાળા ચલાવતા ગૌવંશ માટે ઘાસચારાની તંગી સર્જાય છે. રસ્તે રઝળતા પશુને સાચવતા ગૌ સંચાલકો માટે મુશ્કેલી સર્જાશે. જે માટે સંચાલકોએ ઉદાર હાથે સહયોગ આપવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...