• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં હોળી ધૂળેટીના મહાપર્વની રંગેચંગે ઉજવણી

જૂનાગઢમાં હોળી ધૂળેટીના મહાપર્વની રંગેચંગે ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંરંગોના મહાપર્વ હોળી ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નોટબંધી, બેરોજગારી,મોંઘવારી વગેરે સમસ્યાને ભૂલીને લોકોએ ભારે ઉમંગ ઉત્સાહ સાથે તહેવારની ઉજવણીનો આનંદ ઉઠાવ્યો હતો.

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના પાવન સાનીધ્યે હોળીના પ્રાગટય બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં શુભ મુહુર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી.લોકોએ હોળીની પ્રદક્ષીણા કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ ધાણી,દાળીયા, ખજૂરનો પ્રસાદ ધર્યો હતો.

હોળીના બીજે દિવસે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.વ્હેલી સવારથીજ લોકો રંગોના કોથળા ભરીને નીકળી પડયા હતા અને મિત્રોને રંગોથી નવરાવી દીધા હતા. નાના બાળકોએ વિવિધ જાતની પિચકારી, ફુગ્ગા વડે ધૂળેટીનો આનંદ ઉઠાવ્યો હતો.ચારો તરફ રંગોની બોછાર જોવા મળી હતી.ઘડીભરતો જૂનાગઢ ,ગોકુળ વૃંદાવનમાં ફેરવાઇ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના તમામ માર્ગો પર જાણે રંગોની ચાદર પથરાઇ હતી. ખાસ કરીને યુવા યુવતીઓએ મનભરીને રંગોના પર્વની ઉજવણી કરી ભરપુર આનંદ ઉઠાવ્યો હતો.

જૂનાગઢ શહેરના રસ્તા પર રંગોની ચાદર પથરાઇ. તસ્વીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...