• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ફ્લોરીડા એગ્રી. યુનિ. નાં વૈજ્ઞાનિકો ખેડૂત મહિલાઓને તાલિમ અપાશે

ફ્લોરીડા એગ્રી. યુનિ. નાં વૈજ્ઞાનિકો ખેડૂત મહિલાઓને તાલિમ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષિત ખોરાક ઉત્પાદન અંગે

અમેરીકાનાફ્લોરીડામાં તજજ્ઞોએ આપેલી તાલીમ નેશનલ કાઉન્સિલ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, અમદાવાદ તથા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ, માંડવી, બંને સંસ્થાઓ પ્રવર્તમાન આબોહવા પરિવર્તનની પ્રતિકૂળ અસરો સામે ટકી રહેવા બાબતે ખેડૂતો તથા મહિલાઓમાં ક્ષમતા વર્ધનની કામગીરી કરે છે. ત્યારે ફ્લોરીડા એગ્રીકલ્ચર એન્ડ મિકેનીકલ યુનિ. બંને સંસ્થાઓ સાથે વ્યુહાત્મક ભાગીદારી દ્વારા ખેડૂતોની ક્ષમતા વર્ધનની કામગીરી ફાર્મર ટુ ફાર્મર કાર્યક્રમ હાથ ધર્યો છે. જૂનાગઢ કૃષિ યુનિ.માં કુલપતિ ડો. એ. આર. પાઠક તથા ડો. એ. એમ. પારખીયાના માર્ગદર્શન હેઠળ બે દિવસની તાલીમનો પ્રારંભ થયો છે. જેમાં કૃષિ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે સુરક્ષિત ખોરાક ઉત્પાદન ઉપર 100 ખેડૂત બહેનોને તાલીમ અપાશે. તેમજ ફ્લોરીડા યુનિ.ના વૈજ્ઞાનિકો દ્વારા 30 ટ્રેનરને પણ તાલીમ આપવામાં આવશે. તાલીમ કાર્યક્રમનું સંકલન ડો. જી. આર. ગોહિલ કરશે.

અન્ય સમાચારો પણ છે...