• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સ્મશાનમાં વિદ્યુત ભઠ્ઠીનાં લોકાર્પણ પ્રસંગે સફાઇ મુદ્દે મેયર થયા લાલચોળ

સ્મશાનમાં વિદ્યુત ભઠ્ઠીનાં લોકાર્પણ પ્રસંગે સફાઇ મુદ્દે મેયર થયા લાલચોળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાસંચાલિત સોનાપુર સ્મશાન ખાતે નવા બિલ્ડીંગ વિધુતભઠ્ઠીનું મેયર સહિતનાં કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે સ્મશાનમા ઠેર-ઠેર ગંદકી દેખાતા મેયર લાલચોળ થયા હતાં અને કર્મચારીઓને તતડાવ્યાં હતાં. તેમજ અહીં શૌચાલય બંધ હોય તે ચાલુ કરવા તાકિદ કરી હતી.

સ્મશાનમાં બનેલા નવા બિલ્ડીંગમાં વિધુતભઠ્ઠી નંગ-2 તથા હયાત વિધુતભઠ્ઠીની જગ્યાએ નવી વિધુતભઠ્ઠી નં-1નું ખાતમુહુર્ત મેયર જીતુભાઇ હિરપરા તથા સ્થાયી સમીતીનાં ચેરમેન અરવિંદભાલ ભલાણીનાં હસ્તકે કરવામાં આવ્યું હતું. રાજય સરકારની 14માં નાણા પંચની ગ્રાંટમાંથી અંદાજીત રૂ. 2 કરોડ 30 લાખનાં ખર્ચે વિધુતભઠ્ઠીનાં કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કામગીરી આવનારા ટુંક સમયમાં પુર્ણ કરવામાં આવશે ત્યારે શહેરીજનોની સુવિધામાં પણ વધારો થશે. પ્રસંગે શાસકપક્ષના નેતા નિર્ભયભાઇ પુરોહીત, કોર્પોરેટર એભાભાઇ કટારા, મોહનભાઇ પરમાર, ચંદ્રીકાબેન રાખશીયા, ઇલેકટ્રીક ઇજનેર એચ.કે. ચુડાસમા તથા કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

સોનાપુરી સ્મશાનમાં હાલ એક વિદ્યુત ભઠ્ઠી અને એક ગેસ ભઠ્ઠી કાર્યરત છે. હવે વધુ એક નવી ભઠ્ઠી બનતા ત્રણ ભઠ્ઠીઓ થશે.

પદાધિકારીઓએ મુલાકાત લીધી ત્યારે ઇમારતમાં ખંડેર જેવી હાલત જોવા મળી હતી. }મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...