જૂનાગઢની હેરીટેજ સાઇટની આસપાસ પેશકદમી હટાવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમહાનગર પાલીકા દ્વારા હેરીટેજ બિલ્ડીંગો અને ઇમારતોનું નવિનીકરણ ચાલી રહ્યું છે.પરંતુ હેરીટેજ સાઇટની આપસાપ ફુટપાથ ઉપર લારી,ગલ્લા અને ઝુપડાઓ બની ગયા છે. હેરીટેજ સાઇટની આસપાસ પેશકદમી થઇ ગઇ છે. પેશકદમી દુર કરી વૃક્ષારોપણ કરવા વોર્ડ નંબર 6નાં કોર્પોરેટરને માંગ કરી છે.

જૂનાગઢ શહેરમાં આવેલી હેરીટેજ સાઇટનો વિકાસ થઇ રહ્યો છે. અંગે વોર્ડ નંબર 6નાં કોર્પોરેટર સંજય કોરડિયાએ કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યુ હતુ કે,હેરીટેજ બિલ્ડીંગ અને ઇમારતોનું રાજય સરકારની ગ્રાન્ટમાંથી નવિનીરકરણ થઇ રહ્યો છે.આ કામગીરી દરમિયાન મજેવડી દરવાજા, રેલ્વે સ્ટેશન ચોક, દિવાનચોક સહિતનાં હેરીટેજ સાઇટોને કલાત્માકતા આપવાની કામગીરી થશે.આ હેરીટેજ સાઇટની આસપાસ હોડીંગ્સ આવેલા છે.જેન કામગીરીમાં નળતરરૂપ બની રહ્યા છે. હેરીટેજની સાઇટનું કામ પૂર્ણ થાય ત્યા સુધી હોડીંગ્સની આવક ચાલુ રાખી હોડીંગ્સની સાઇટ રદ કરવી જોઇએ.તેમજ હેરીટેજની આજુબાજુ ફુટપાથ અને લારી-ગલ્લા જોવા મળી રહ્યા છે અને ફુટપાથ ઉપર ઝુપડા બની ગયા છે.તેમજ લારી,ગલ્લા પણ જોવા મળી રહ્યા છે.હેરીટેજ સાઇટની આસપાસ દબાણ થઇ ગયા છે. ત્યારે પ્રાકૃતિક હેરીટેજ સાઇટ બનાવવાનાં હેતુથી પેશકદમી દુર કરી આસપાસમાં વૃક્ષારોપણ અને અતિવિધ પ્રકારનાં પર્યાવરણલક્ષી વૃક્ષો વાવી શકાય તેમ છે.હેરીટેજ સાઇટનું નવિનીકરણ સાથે દબાણ પણ દુર કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...