• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • પાંચ વર્ષ પૂર્વે તડ ગામનાં શખ્સે છરી બતાવી મોં કાળું કર્યુ હતું

પાંચ વર્ષ પૂર્વે તડ ગામનાં શખ્સે છરી બતાવી મોં કાળું કર્યુ હતું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાં તડ ગામે દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની આકરી કેદ

{ જે તે સમયે યુવતીનાં માતા-પિતાની નવાબંદર મરીન પોલીસે ફરિયાદ લીધી હતી

{ ડીઆઇજીને લેખિત અરજી કર્યા બાદ તાલાલા સીપીઆઇએ ફરિયાદ નોંધી હતી

લીગલ રીપોર્ટર. ઊના

ઊનાનાંતડ ગામે રહેતા એક પરિવારની પુત્રી પર પાંચ વર્ષ પહેલા ગામનાં એક શખ્સે દુષ્કર્મ આચર્યુ હતું. કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 2 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. ઊનાનાં તડ ગામે એક પરિવાર મજુરીકામ કરી ગુજરાન ચલાવતો હોય ગત તા.8 જાન્યુ.2011નાં ઘરે પુત્રીને એકલી મુકી માતા-પિતા દીવ ચારો લેવા ગયેલ હતાં. વખતે ગામનો મુકેશ ઉકા સોલંકી નામનો શખ્સ ઘરે પહોંચી ગયેલ અને યુવતીની એકલતાનો લાભ લઇ છરી બતાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું અને વાત કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બાદમાં માતા-પિતા ઘરે આવતા યુવતીએ નરાધમે આચરેલા કૃત્યની વાત કરતાં ચોંકી ગયેલ અને તુરંત નવાબંદર મરીન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દોડી ગયેલ પરંતુ તમે દુષ્કર્મની ફરિયાદ કરશો તો તમારી પુત્રીનાં કયાંય લગ્ન થશે નહી અને બદનામી થશે એમ કહી ધમકાવી કાઢી મુકયા હતાં. બાદમાં પિતાએ પોતાની પુત્રી પર થયેલ સઘળી હકિકતની વિગત લેખિતમાં જૂનાગઢ ડીઆઇજીને કરતા તેઓએ તાલાલા સીપીઆઇને આદેશ કરતા અંગેની ફરિયાદ નોંધી તપાસ પુર્ણ કરી નવાબંદર મરીનનાં પીએસઆઇને ચાર્જશીટ રજુ કરેલ હતું.આ કેસ ઊના એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ભોગ બનનાર યુવતી, તેની માતા, પંચો, સાહેદોનાં નિવેદનો, યુવતી તથા આરોપીનાં મેડિકલ તપાસણી કરનાર તબીબની જુબાની તેમજ સરકારી વકીલ મોહનભાઇ ગોહીલની ધારદાર દલીલોને ધ્યાને લઇ ન્યાયાધીશ એસ.પી.તામંગે આરોપી મુકેશ સોલંકીને 10 વર્ષની સખ્ત કેદ અને 2 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. ઉપરાંત 506(2)નાં ગુનામાં 1 વર્ષ, 500નો દંડ, 326નાં ગુનામાં 6 માસ, 500નો દંડ અને કલમ 135નાં ગુનામાં 6 માસ, 500નો દંડ ફટકારેલ અને તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કર્યો હતો.

પોલીસે પુત્રીનાં લગ્ન નહી થાય એમ કહી કાઢી મૂકેલ

તડગામનો પરિવાર પુત્રીને લઇ નવાબંદર પોલીસ સ્ટેશને ગયેલ ત્યારે ફરિયાદ નોંધવાને બદલે તમારી પુત્રીનાં લગ્ન નહી થાય અને બદનામી થશે એમ કહી ધમકાવી માતા-પિતાને કાઢી મુકયા હતાં.

પિતાએહિંમત હારી અંતે ન્યાય મેળવ્યો

નવાબંદરમરીન પોલીસે તો પરિવારને ધમકાવી કાઢી મુકયો હતો પરંતુ પિતાએ હિંમત હારી નહી અને ડીઆઇજીને લેખિત અરજી કરી ફરિયાદ લેવડાવી અંતે કોર્ટમાંથી આરોપીને સજા આપતો ચુકાદો મેળવી ન્યાય મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...