• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વિસાવદરમાં નિવૃત શિક્ષકે દેવું વધી જતાં કર્યો આપઘાત

વિસાવદરમાં નિવૃત શિક્ષકે દેવું વધી જતાં કર્યો આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇકની ઇનામી સ્કીમ મૂકી હતી : ઝેરી દવા પી લીધી

ક્રાઇમ રીપોર્ટર. વિસાવદર

વિસાવદરમાંજીવાપરા વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષકે બાઇકની ઇનામી સ્કીમ મુકી હતી અને તેના ચક્કરમાં ફસાઇને માથે દેવુ વધી જતાં ગુરૂવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી હતી. બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વિસાવદરમાં જીવાપરા વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષક મુળજીભાઇ રામજીભાઇ જાદવ (ઉ.વ.65) નિવૃતિ બાદ બાઇકની ઇનામી સ્કીમ મુકી હતી અને તેના ચક્કરમાં ફસાઇ જતાં માથે ખુબજ મોટુ કરજ થઇ ગયું હતું. દેવુ વધી જતાં માનસીક હતાશામાં આવી જઇ ગુરૂવારે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં વિસાવદર હોસ્પિટલે સારવારમાં ખસેડાયેલ અને ત્યાંથી જૂનાગઢ રીફર કરાયાં હતાં જયાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું. ઘટનાથી શહેર અને પંથકમાં અરેરાટી પ્રસરી હતી. બનાવમાં પોલીસે તપાસને લગતા કાગળો મંગાવવાની તજવીજ હાથ ધરી છે.

પરિવાર આઘાતમાં હતપ્રભ

મૃતકનેસંતાનમાં પુત્રો હોય પિતાનાં પગલાથી પરિવાર આઘાતમાં હતપ્રભ બન્યો હતો.

મૃતકેસ્યુસાઇડ નોટ લખી હોવાની ચર્ચા

મૃતકેસ્યુસાઇડ નોટ લખી હોવાનું જાણવા મળે છે અને વ્યાજખોરો સામે મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ થાય એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે. તેમાં કોના- કોના નામ હશે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...