ગાડીમાંથી ઉતરવા બદલ રવીન્દ્ર જાડેજા સામે તપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટરરવીન્દ્ર જાડેજાએ બુધવારે પરિવાર સાથે સાસણ ગીરની મુલાકાત લીધી હતી ત્યારે તે ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. જેને પગલે વનવિભાગે તેની સામે તપાસનો આદેશ આપ્યો છે.

રવીન્દ્ર જાડેજા બુધવારે સિંહ દર્શન કર્યું હતું. વખતે તેણે એક સ્થળે ગાડીમાંથી નીચે ઉતરીને સિંહ સાથેના ફોટા પડાવ્યા હતા.આ ફોટો પાછો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો. જેને પગલે વનવિભાગે રવિન્દ્ર જાડેજા સામે તપાસનો આદેશ પણ આપ્યો છે.

ગીરના જંગલમાં રવીન્દ્ર જાડોજાએ ગાડીમાંથી નીચે ઉતરી સિંહ સાથે ફોટા પડાવ્યા તે અંગે અંગે સાસણનાં ડીએફઓ રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, સિંહ સાથે ફોટો લેવા માટે ગાડીમાંથી નીચે ઉતરવું ગુનો છે. જો ગાડીમાં બેઠાં બેઠાં ફોટો લીધો હોય તો ગુનો નથી. પણ તેમાંથી નીચે ઉતરવું ગુનો છે. સિંહ ગમે તે સમયે હુમલો કરી શકે છે.

ગીર જંગલમાં સિંહ સામે ઉભા રહી ફોટો પડાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...