જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાં પાંચ વોર્ડને ઓડીએફ જાહેર કરવા વહિવટી પ્રક્રિયા પુર્ણ

સ્વચ્છભારત મિશન (અર્બન)નો હેતુ વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ કરી ઓપન ડેફીકેશન ફ્રી કરવાનો છે. હાલમાં મહાનગર પાલિકા દ્વારા જૂનાગઢમાં વોર્ડ નં 1 થી 3, 5, 8 થી 12, 14 થી 16, અને 18 થી 20માં ઉતરોતર સર્વે કરવામાં આવ્યો હતો.

સરકારમાંથી મંજુર કરવામાં આવેલા તમામ લાભાર્થીઓને ત્યાં શૌચાલય સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. શહેરનાં કુલ વોર્ડ 20 પૈકી 5 વોર્ડને ઓપન ડેફીકેશન ફ્રી જાહેર કરવા પ્રવૃતિ તબક્કાની વહિવટી પ્રક્રીયા પુર્ણ કરવામાં આવી છેે જયારે બાકી રહેતા વોર્ડને ઓપન ડેફીકેશન ફ્રી જાહેર કરવા જે-તે વોર્ડમાં વોર્ડ સભાનું આયોજન કરેલ છે.

જેમાં વોર્ડ-1માં ગરબી ચોક દોલતપરા ખાતે, વોર્ડ-2માં મહેશનગર, 66 કેવી , ગરબીચોક ખાતે, વોર્ડ 3માં માતૃબાળ કલ્યાણ કેન્દ્ર સુખનાથ ચોક, વોર્ડ 5માં ઓઘડનગર દલીત સમાજ વાડી, વોર્ડ 8 ચીતાખાના ચોક, વોર્ડ-9 નશીલુ મસ્જીદ ચોક, અજંટા ટોકીઝ, પાસે વોર્ડ-10માં વાલ્મિકી વાસ , દુવારા ચોક, વોર્ડ-11માં જવાહર રોડ સ્વામિ મંદિર ચોક, વોર્ડ-12માં દિવાન ચોક, વોર્ડ-14માં જલારામ ગરબી ચોક, ઝાંઝરડા રોડ, વોર્ડ-15માં ઝાંઝરડા ગામ પુલ પાસે, વોર્ડ-16માં ઉમીટ સેન્ટર પાસે પટેલ સમાજ સામે, વોર્ડ-18માં હાઉસીંગ કોલોની, વોર્ડ-19 હુડકો પોલીસ લાઇન, વોર્ડ-20 બીલખા રોડ, આંબેડકર ભવન ખાતે વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...