• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં આહિર સમાજના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનાં વર્ગ શરૂ

જૂનાગઢમાં આહિર સમાજના છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનાં વર્ગ શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢશહેરનાં રાયજીનગરમાં આવેલા મુરલીધર એકેડમીમાં આહીર સમાજનાં છાત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષાનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને બિન સચિવાલયની તૈયારીઓ કરાવવામાં આવશે.

જૂનાગઢનાં મોતીબાગ નજીક આવેલી રાયજીનગર સોસાયટી ખાતે મુરલીધર એકેડમીમાં આહિર સમાજનાં છાત્રો માટે બિન સચિવાલયની પરિક્ષાનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેનાં ઉદ્ધાટન પ્રસંગે આહિર સમાજનાં પ્રુમખ જેઠાભાઇ પાનેરા અને ટ્રસ્ટી પ્રો. ડી.એલ .રામ હાજર રહ્યા હતા. જેઠાભાઇ પાનેરાએ જણાવ્યુ હતું કે, આજનાં યુગમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી યોગ્ય રીતે કરવી જરૂરી છે. નવા ક્ષેત્રો ખૂલી રહ્યા ત્યારે વિદ્યાર્થીઓએ આત્મ વિશ્વાસ સાથે આગળ વધવુ જોઇઅે. જ્યારે પ્રો. ડી.એલ.રામે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ અત્યંત મહત્વની બાબત છે. પણ ગોલ નક્કી કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ મહીનામાં એક પુસ્તક વાંચવુ જોઇએ અને સતત નવા વિચારો સાથે પોતાની વાત કરવી જોઇએ. વધુ માહિતી માટે 84603 45291 પર સંપર્ક કરવો.

ઉદઘાટનમાં મહાનુભાવોએ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...