• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કલા મહાકુંભમાં ચોકલી પ્રા.શાળાનાં છાત્રો ઝળક્યાં

કલા મહાકુંભમાં ચોકલી પ્રા.શાળાનાં છાત્રો ઝળક્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકારના કલા મહાકુંભ-2017 કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ તાલુકાનો સમારોહ જિલ્લા પંચાયત સ્પોર્ટ સંકુલ ખાતે યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ગીત, સમુહગીત, ગરબા, એકપાત્રિય અભિનય જેવી વિવિધ 11 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ તાલુકાની મોટાભાગની શાળાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં 4 કૃતિઓમાં ચોકલી પ્રા.શાળાના બાળકોએ ભાગ લીધો હતો. એકપાત્રિય અભિનયમાં રનર્સ અપ થયાં હતાં. કાર્યક્રમમાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડી.આર.પટેલ, રાજુભાઇ ભેડા, દિનેશભાઇ ગૌસ્વામી સહીતના મહેમાનો હાજર રહ્યાં હતાં. કલા મહાકુંભમાં સારા પ્રદર્શન બદલ શાળાના આચાર્ય ડી.કે.મહેતા તેમજ તેમના સ્ટાફને ઉપસ્થિત તમામ મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...