તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ત્રિ દિવસીય વિજ્ઞાન ગણિત પ્રદર્શન ખુલ્લંુ મૂકાયું

ત્રિ-દિવસીય વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ખુલ્લંુ મૂકાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
100 બાળ વૈજ્ઞાનિકોએ 50 જેટલી આકર્ષક કૃતિઓ પ્રદર્શનમાં મુકી

જૂનાગઢમાંજી.સી.ઇ.આર.ટી. પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા ત્રિ-દિવસીય જીલ્લા કક્ષાનો ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયેાજન કરવામાં આવ્યું છે. જેનું ઉદધાટન ડો.કનુભાઇ કરકર, ડી.આર.પટેલ, રાજુભાઇ ભેડા, જેન્તીભાઇ શીલુ, પૂનમબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં 50 માર્ગદર્શક શિક્ષકોની મદદથી 100 બાળ વૈજ્ઞાનિકોએ 50 કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ડીજીટલ માઇક્રોસ્કોપ, ઇનવીઝીબલ એ.ટી.એમ.સ્ક્રીન, હોલોગ્રામ 3ડી મોડેલ, હાઇડ્રોપોનીક્સ અને પાક રક્ષક ઉપકરણ જેવા વિવિધ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ બાળકોને જણાવ્યું હતું કે વિકાસ અને પ્રગતિ માટે વિજ્ઞાનની અનિવાર્યતા છે. તેમજ 50 માર્ગદર્શક શિક્ષકો બીજા 50 માર્ગદર્શકને માહિતી આપે જેનાથી અસરકારતામાં વધારો થશે. કાર્યક્રમને સફળ બનાવવા ડાયેટના વિજ્ઞાનના સલાહકાર એ.સી.વ્યાસ તથા કે.પી.ચિત્રોડાએ જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન ડાયટના પ્રાધ્યાક ભરતભાઇ મેસીયાએ કર્યુ હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય ડાે.કનુભાઇ કરકરેએ દરેક સરકારી અને ખાનગી શાળાના બાળકોને પ્રદર્શન જેાવા નિમંત્રણ પાઠવ્યું છે.

બાળ વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક ઉપકરણોની માહિતી આપી હતી તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...