તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સોફટબોલ ટીમની 6 બહેનો ઓલ ઇન્ડિયા કક્ષાએ પસંદગી પામી

સોફટબોલ ટીમની 6 બહેનો ઓલ ઇન્ડિયા કક્ષાએ પસંદગી પામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલેજની વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કક્ષાની સોફટબોલ સ્પર્ધામાં વિજેતા

જૂનાગઢમાંપટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા આર્ટસ,કોમર્સ અને બી.સી.એ.કોલેજની વિદ્યાર્થીનીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ યુનિવર્સિટી કક્ષાની સોફટબોલ સ્પર્ધામાં વિજેતા બની છે. સોફટબોલની ટીમમાંથી 6 બહેનો ઓલ ઇન્ડીયા કક્ષાએ પસંદગી પામી છે.

આગામી દિવસોમાં 6 વિદ્યાર્થીનીઓ કેરાલા ખાતે રાષ્ટ્રીય કક્ષાએ સોફટબોલ સ્પર્ધામાં ભાગ લેશે. સોફટબોલની ટીમને પી.ટી.આઇ પ્રા.રેખાબેન કાચડીયા તથા વિભુતિ વાળાએ ટ્રેનીંગ અને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીનીઓની સિધ્ધીને સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલ, મેનેજમેન્ટ કમિટીના ઇન્ચાર્જ ડો.વી.કે.આંકોલા, મંત્રીઓ તેમજ પ્રિન્સીપાલ ડો.જે.કે.જોષી અભિનંદન પાઠવ્યાં હતાં અને ભવિષ્યમાં પ્રગતિ કરવાની શુભેચ્છા પાઠવી હતી.

કોલેજનાં પ્રાધ્યાપકો દ્વારા છાત્રાઓને પ્રોત્સહન આપવામાં આવ્યું હતું તસ્વીર- ભાસ્કર

છાત્રાઓને પ્રોત્સાહન આપ્યું

અન્ય સમાચારો પણ છે...