તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં બરડીયામાં આયોજન કરાયું

જૂનાગઢમાં 34 બહેનોને સિલાઇ મશીન અાપશે

વિસાવદરતાલુકાનાં બરડીયા ખાતે સમાજની 35 બહેનોને વિનામુલ્યે સિલાઇ મશીન વિતરણનું આયોજન કરાયું છે.

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળનાં માધ્યમથી સમસ્ત લેઉવા પટેલ સમાજ તથા લેઉવા પટેલ મહિલા મંડળ બરડીયા દ્વારા વિનામુલ્યે સિલાઇ મશીનનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન તા.5 ઓક્ટોબરનાં બપોરનાં 3 થી 6 કલાકે વિસાવદર તાલુકાનાં બરડીયા ગામનાં પ્લોટ વિસ્તારમાં આવેલી વિનય મંદિર હાઇસ્કુલ ખાતે રાખવામાં આવ્યું છે. હરસુખભાઇ વઘાસિયાનાં માર્ગદર્શન હેઠળ યોજનાર કાર્યક્રમમાં દાદર, નાનીમોણપરી, રતાંગ, લીમધ્રા, લીલીયા, ઇટાળી, જાંબાળા, સેમરાળા, જાંમકા, બાદલપુર, શાંખડાવદર, શોભાવડલા સહિતનાં ગામનાં સમસ્ત લેઉવા પટેલની જરૂરીયાતમંદ 35 બહેનોને પગભર કરવા વિનામુલ્યે સિલાઇ મશીનનું વિતરણ કરશે. તકે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળનાં પ્રમુખ પ્રિતીબેન વઘાસિયા, અરવિંદભાઇ દોમડિયા, કાનાભાઇ કાનખડ, ડો.હરેશ ડોબરીયા, જયાબેન વઘાસિયા, રસીલાબેન વઘાસિયા સહિતનાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...