તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં લુખ્ખાગિરી સામે પોલીસગિરી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે મધરાતે પેટ્રોલીંગ વખતે કાળવા ચોકમાં જોખમી સ્ટંટ કરતા બાઇકર્સને પકડ્યાં

બાઇક પર મોરલા બની કળા કરતા તત્વોને પોલીસે જાહેરમાં કુકડા બનાવ્યાં

છેલ્લાકેટલાક વખતથી જૂનાગઢમાં કથળેલી કાયદો વ્યવસ્થા તેમજ કાયદાને ખિસ્સામાં લઇને ફરતા હોવાની શેખી મારતા શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગતરાત્રે કાળવા ચોકમાં મધરાતે અમુક તત્વો બાઇક પર સ્ટંટ કરતા હોઇ પોલીસે તેઓને પકડી ઉઠબેસ કરાવી હતી. જેને પગલે લોકોમાં પોલીસ માટે પ્રશંસાની લાગણી જોવા મળતી હતી. જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ અને પેટ્રોલિંગની કામગિરી હાથ ધરવામાં અાવી છે. એસપી નિલેશ જાજડિયાની સુચનાથી ગુનાખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. ગઇકાલે રાત્રે કાળવા ચોક પાસે 6 શખ્સો જાહેરમાં બાઇક પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસે તેઓને પકડ્યા. અને બરાબર ચોકમાંજ ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આવા લોકોની હિંમત દિવસે દિવસે ખુલતી જાય અને પછી તેઓ ગુનાખોરીનાં માર્ગે વળતા હોય છે. તો આગામી દિવસોમાં સામાન્ય લોકો પર લુખ્ખાગિરી કરી ભયનો માહોલ ખડો કરતા શખ્સો સામે પોલીસ કડક કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આગામી નવરાત્રિ દરમ્યાન લુખ્ખાગિરીથી શહેરને છૂટકારો મળશે એવી આશા લોકો સેવી રહ્યા છે.

બાઇક સ્ટંટ બાદ ઉઠબેસ કરવી પડી

અન્ય સમાચારો પણ છે...