તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ આપો : સાંસદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રસૌરાષ્ટ્રનાં લોકો-વકીલોની વર્ષોથી રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ ફાળવવા માંગ થતી રહી છે. ત્યારે જૂનાગઢનાં સાંસદે માટે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે. જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાઅે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર વિસ્તારનાં વકીલ મંડળો, પદાધિકારીઓ અને સામાજીક સંસ્થાઓ દ્વારા હાઇકોર્ટની બેન્ચ મળે એવી માંગણી અને આંદોલનો પણ અગાઉ થયેલા છે. આથી નિયમાનુસાર કાર્યવાહી કરી સૌરાષ્ટ્રની માંગણી સંતોષાય અને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ શરૂ થાય માટે વહેલાસર નિર્ણય લેવામાં અાવે.

અન્ય સમાચારો પણ છે...