તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ચોમાસામાં જીવજંતુના નાશ માટે કોર્પોરેશન તંત્ર સજ્જ

ચોમાસામાં જીવજંતુના નાશ માટે કોર્પોરેશન તંત્ર સજ્જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્યાં પાણી ભરાશે, ગંદકી થશે ત્યાં સફાઇ કરી દવાનો કરાશે છંટકાવ

કોર્પોરેશને 800 થેલી ચુનો, 200 થેલી મેલેથીયોન પાવડરની ખરીદી કરી

ચોમાસાનીઋતુ હવે દસ્તક દઇ રહી છે અને બેવાર વરસાદ પણ આવી ગયો છે ત્યારે વરસાદી વાતાવરણમાં કોઇ રોગચાળો ફેલાય તેની સાવચેતી માટે જૂનાગઢ કોર્પોરેશન તંત્ર સજ્જ બન્યું છે.

અંગે માહિતી આપતા કોર્પોરેશનના હેલ્થ ઓફિસર અતુલ મકવાણાના જણાવ્યા મુજબ કમિશ્નર વી.જે.રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર પ્રદિપસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરમાં યોગ્ય સફાઇ જળવાઇ રહે અને ચોમાસાની ઋતુમાં કોઇ રોગચાળો ફેલાય તે માટે કોર્પોરેશન તંત્ર સજ્જ બન્યું છે.

માટે 800 થેલી ચૂનો અને 200 થેલી મેલેથીયોન પાવડરની ખરીદી કરવામાં આવી છે. આગામી સમયમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવનાને ધ્યાને લઇ ખરીદી કરવામાં આવી છે. સમાન્ય રીતે ચોમાસામાં ગારો, કિચડ, વરસાદી પાણી ભરાવાનું પ્રમાણ વધી જતું હોય છે. જેના કારણે માખી, મચ્છર, ચાંચડ સહિતના અનેક જીવજંતુનો ઉપદ્રવ વધી જતો હોય છે. ત્યારે આવી કોઇ સ્થિતીમાં રોગચાળો ફેલાય તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવી સ્થિતીમાં સાફ સફાઇ કરી દવાનો છંટકાવ કરવામાં આવશે.

હેલ્થ ઓફિસર અતુલભાઇ મકવાણાના જણાવ્યા મુજબ પહેલા ડીડીટીનો છંટકાવ થતો પરંતુ હવે કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકતા ડીડીટીનો ઉપયોગ કરવામાં નથી આવતો અને તેના બદલે ચૂનો અને મેલેથીયોનના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...