તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અમેઠીથી દિલ્હી સુધી કોંગ્રેસની 4 પેઢીએ રેલ્વે લાઇન નાંખી હતી : સ્મૃતી ઇરાની

અમેઠીથી દિલ્હી સુધી કોંગ્રેસની 4 પેઢીએ રેલ્વે લાઇન નાંખી હતી : સ્મૃતી ઇરાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંવિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં કરેલા કામનાં ગુણગાન ગાવા માટે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતી ઇરાની ગુજરાત ખુંદી રહ્યાં છે.

ગઇકાલે સોમનાથ બાદ સોમવારે કેશોદમાં સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ યોજાયો હતો. પ્રજાનાં પૈસે વિશાળ ડ્રોમ અને ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. સરકારનાં ગુણગાન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો.તેમજ કાર્યક્રમ પહેલા પાસનાં ચાર કાર્યકરોની અટક કરવામાં આવી હતી. સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ અંતર્ગતકેન્દ્રિય મંત્રી સ્મૃતી ઇરાનીએ જણાવ્યું હતું કે,અમેઠીનાં મતદારો ચાર- ચાર પેઢીથી દિલ્હી સુધી રેલ્વે લાઇનની રાહ જોતા હતાં.

કોંગ્રેસની ચાર પેઢી અહીંથી જીતી હોવા છતા રેલ્વે લાઇન નખાઇ હતી. જે મોદી સરકાર આવતા રેલ્વે લાઇન નાખી અપાઇ છે. કેન્દ્ર સરકારે જનધન યોજનમાં 28 કરોડ બેંકમાં ખાતા ખોલાવ્યા છે. વેપારીઓ માટે મુદ્રા યોજના, ખેડૂતો, સૈનીકો, પેન્શનરો માટે કેન્દ્ર સરકારે કામ કર્યુ છે.

ગુંડાથી ઓળખાતો જિલ્લો આજે શાંતી પ્રિય : કિરીટ પટેલ

જૂનાગઢમાંવીજ કર્મી ઉપર હૂમલો કરનાર ભાજપનાં પ્રમુખ કીરીટ પટેલે સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુંડાથી ઓળખાતો જિલ્લો આજે શાંતિપ્રિય જિલ્લો બન્યો છે.

કેશોદ શહેરમાં કાર્યક્રમ પહેલા પાસનાં ચાર કાર્યકરોની અટક કરવામાં આવી હતી

કેન્દ્રિય મંત્રી કેશોદમાં : પ્રજાનાં પૈસે સરકારનાં ગુણગાન ગવાયા

અન્ય સમાચારો પણ છે...