તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • માણાવદરના સીતાણા ગામમાં મકાન વિહોણાને પ્લોટ ફાળવો

માણાવદરના સીતાણા ગામમાં મકાન વિહોણાને પ્લોટ ફાળવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરજદારોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

માણાવદરતાલુકાના સીતાણા ગામના લોકોએ આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં ગામના મકાન વિહોણા લોકોને નિ:શુલ્ક પ્લોટ ફાળવવા માંગ કરી હતી. સાથે તેમણે આક્ષેપ કર્યો હતો. કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઠરાવતો થાય છે. પણ બાદમાં મુદ્દો અભેરાય પર ચઢાવી દેવામાં આવે છે.

સરકાર એક તરફ સફાઇ અને ગરીબોને હક આપવાની વાત કરી રહી છે.

જોકે બીજી તરફ નીચેની કળીઓ દ્વારા ગરીબોને તેના હકથી વંચીત રાખવામાં આવી રહી છે. લોકોને રહેવા માટે ઘર નથી ઝૂંપડામાં વસતા હોય છે.પણ નીચેની કળીઓ તેમને મકાન આપવાને બદલે પોતાના ફાયદામાંટે કામ કરી રહી છે.

આવા માણાવદરના સીતાણા ગામના જમીન વિહોણા લોકોએ આજે અધિક કલેક્ટર પી.વી.અંતાણીને લેખિત રજૂઅાત કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે ગામમાં લે આઉટ પ્લાનમાં સામેલ 73 પ્લોટ ખાલી છે.જે જમીન વિહોણાને આપવા રજૂઅાત કરાઇ હતી.

તેમજ ગ્રામજનોઅે એવો પણ આક્ષેપ કર્યો હતો. કે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઠરાવ થયા બાદ સમગ્ર મુદ્દાને સત્તાધીશો ભુલી જાય છે. જેથી ઉપરી અધિકારી દ્વારા ઉકેલ લાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...