તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં લૂંટ અને ચીલ ઝડપના માસમાં ચાર બનાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજાપુર નજીક યુવાનને છરીની અણીએ ત્રણ શખ્સે 20ની હજાર મત્તા લૂંટી

જૂનાગઢનામાંડણપરાના એક યુવાન બાઇક પર મોડી રાત્રે નોકરી પરથી તેના ઘરે જતો હતો. તે દરમિયાન બાઇકમાં આવેલા ત્રણ શખ્સે બાઇક અથડાવવાના બહાને છરી બતાવી યુવાનના એટીએમમાંથી 7000,પર્સમાં રાખેલા 3000 તેમજ મોબાઇલ મળી કુલ 20 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના માંડણપરામાં રહેતો અને જૂનાગઢના ખેતી વિકાસ કોર્પેોરેશનમાં નોકરી કરતો સાગર મુળજી વઘાસીયા નામનો યુવાન મોડી રાત્રે નોકરી પરથી છુટી તેના બાઇક પર ઘરે જતો હતો તે દરમિયાન વિજાપુરના વનરાજ વોટર પાર્ક નજીક લાલ કલરના એક બાઇકમાં આવેલા ત્રણ શખ્સે યુવાનના બાઇક સાથે ઠોકર મારી હતી. અને બાઇક કેમ ભટકાવ્યું હવે નુકશાનના પૈસા આપી દે તેમ કહી છરી બતાવી યુવાનનું પર્સ કાઢી લીધું હતું અને તેમાંથી રૂ 3000 રોકડ,એટીએમનો પાસવર્ડ જાણી તેમાંથી રૂા 7000 અને રૂા 10,000નો મોબાઇલ મળી કુલ 20,000નો મુદામાલ લૂંટી ફરાર થઇ ગયા હોવાની યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે વધુ તપાસ પીએસઆઇ બી.ડી.જાડેજા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...