• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં સૌ પ્રથમવાર ઓપન ગુજરાત ડોગ શોનું આયોજન કરાયું

જૂનાગઢમાં સૌ પ્રથમવાર ઓપન ગુજરાત ડોગ શોનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢકૃષિ યુનિવર્સિટીની પશુચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય અને જેસીઆઇ જૂનાગઢમાં પ્રથમવાર ઓપન ગુજરાત ડોગ શો યોજાશે. શોમાં પ્રથમવાર ગુજરાતભરમાંથી શ્વાન(કુતરા) પાડવાના શોખીન ભાગ લેશેે. વિજેતા શ્વાનને ઇનામ અપાશે તેમજ તમામ સ્પર્ધકોને વૈજ્ઞાનિક ઢબથી શ્વાનની દેખરેખ રાખવા અંગે તાલીમ પણ અાપવામાં આવશે. જૂનાગઢમાં તા.18મીના રોજ સોે પ્રથમ વાર ઓપન ગુજરાત ડોગ શો યોજાશે ડોગ શો માંં ગુજરાતભરમાંથી શ્વાનપ્રેમી લોકો ભાગ લેવા પહોંચશે. જેમાં વિવિધ પ્રજાતિ, દેખાવ,વિવિધ કરતબો જાણતા વગેરે શ્વાન ભાગ લેશે ડોગ શો નું કૃષિ વિદ્યાલયના પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય તથા જેસીઆઇ જૂનાગઢ મહિલા ઝોન 7 ના સયુંક્ત ઉપક્રમે અાયોજન કરાયું છે. ડોગ શોનો તા.18મીએ બપોરે 3 વાગ્યાથી પ્રારંભ થશે. બાદમાં તમામ શ્વાન પ્રેમી લોકોને આધુનિક ઢબે શ્વાનની દેખરેખ કેમ કરી શકાય,તેને ખોરાકમાં શું અાપવુ, શુ આપવું,કેવી કેવ બિમારી થઇ શકે વગેરે બાબતોની વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાશે. પ્રથમવાર યોજાનાર શોને નિહાળવા શહેરીજનોને આયોજકો દ્વારા અામંત્રણ પાઠવાયુંં છે.

અન્ય સમાચારો પણ છે...