• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બિમારીથી કંટાળી જૂનાગઢનાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

બિમારીથી કંટાળી જૂનાગઢનાં યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનનાં પરિવારનાં સભ્યો પ્રસંગમાં બહાર ગયા હતા

જૂનાગઢનાખામધ્રોળમાં રહેતા યુવાને તાવની બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ યુવાનના ઘરે દોડી ગઇ હતી.અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ખામધ્રોળમાં રહેતા મયુર મનસુખભાઇ સોલંકી નામનો યુવાનને છેલ્લા કેટલાક સમયથી તાવ આવતો હતો. અને જેના કારણે અપસેટ રહેતો હતો.દરમિયાન આજે યુવાનના પરિવારના સભ્યો પ્રસંગમાં બહાર ગયા હતા તે દરમિયાન ઘરમાંજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોર બાદ યુવાનનો ભાઇ ઘરે પરત ફર્યો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી બારીએથી અંદર જોતા યુવાન પંખા સાથે લટકાતો હતો. ઘટના બાદ તે વિસ્તારના ડાયાભાઇ માવદીયાભાઇ પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને યુવાનના મૃતદેહનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલી આપી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે એડી મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...