દિવ્યાંગ બાળકોના ચહેરા પર આવી ખુશીની લહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ બાળકો સાથે ધુળેટીની ઉજવણી એક પ્રેરણાદાયી કાર્ય રહ્યું હતું

દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરતી આર્યસમાજ સંસ્થા

જૂનાગઢનીસેવાભાવી સંસ્થા આર્યસમાજે દિવ્યાંગો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી આવા બાળકોના જીવનમાં ખુશીયોના રંગો ભરી દીધા હતા.

શહેરના દાતાર રોડ ખાતે આર્યસમાજ નામની સેવાભાવી સંસ્થા કાર્યરત છે. સંસ્થા દ્વારા સમાજ સેવાના અનેક સત્કાર્યો કરવામાં આવે છે. દરમિયાન ધૂળેટીનું પર્વ આવતા સંસ્થાએ અનોખી રીતે પર્વની ઉજવણી કરવાનું નકી કર્યું. જેના ભાગરૂપે સંસ્થાના કાંતીભાઇ કીકાણી,પ્રવિણાબેન વાઘેલા,આર્ય દિપક તેમજ સંસ્થાના અનેક સેવાભાવી સદસ્યો મેંદરડા ખાતેની દિવ્યાંગ બાળકોની સંસ્થાામાં પહોચી ગયા હતા અને દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનું પર્વ મનાવ્યું હતું.નેચરલ રંગો અને ફુલોની સંગાથે બાળકો સાથે ધૂળેટી મનાવ્યા બાદ તમામ બાળકોને નવા વસ્ત્રોનું દાન આપવામાં આવ્યુ઼ં હતું.આમ આર્યસમાજે દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનું પર્વ મનાવી સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી અને અનુકરણીય કાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...