• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં અેક દિવસમાં 23 ડિગ્રી સુધીનો ફર્ક નોંધાયો

જૂનાગઢમાં અેક દિવસમાં 23 ડિગ્રી સુધીનો ફર્ક નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસે તાપમાન 37, રાત્રે 13.9 ડિગ્રી

જૂનાગઢમાંવાતાવરણે પલટો મારતા મિશ્રઋતુની અસર નોંધાઇ છે. દિવસે ગરમીનો પારો 37 ડિગ્રી સુધી તો રાત્રે 13.9 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. જૂનાગઢમાં મિશ્રઋતુનો અનુભવ થઇ રહ્યો છે અને દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીનો અનુભવ વધુ થાય છે. સાંજ પડતાની સાથે વાતાવરણમાં ઠંડી પ્રસરી જાય છે અને રાત્રીના તથા વહેલી સવારના સમયે શિયાળા જેવું વાતાવરણ અનુભવાય છે. સવારે સુર્યનારાયણનાં દર્શન થતાની સાથે હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધતી જણાય છે. દિવસે ગરમીનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને રાત્રિએ 13.9 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જાય છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન પવનની ઝડપ 14થી 20 કિમી/કલાક રહેવાની શક્યતા રહેશે. તેમજ મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે તેમજ લઘુતમ તાપમાન 16થી 17 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...