• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વેરાવળ અને તાલાલા શહેરમાં ઇન્કમટેક્ષનો સર્વે હાથ ધરાયો

વેરાવળ અને તાલાલા શહેરમાં ઇન્કમટેક્ષનો સર્વે હાથ ધરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીપાર્ટમેન્ટલ સ્ટોર, ગેસ એજન્સી અને પેટ્રોલ પંપને ઝપટમાં લીધા

જૂનાગઢનીઆયકર વિભાગની ટીમોએ આજે વેરાવળ અને તાલાલામાં વિવિધ પેઢીઓમાં સર્વે હાથ ધર્યો હતો. અને મોડે સુધી તપાસ ચાલુ રાખી હતી. જૂનાગઢ સ્થિત આયકર વિભાગની ટીમોએ આજે વેરાવળ અને તાલાલામાં ધામા નાંખ્યા હતા. જેમાં વેરાવળનાં એક ડીપાર્ટમેન્ટલ સ્ટોર, પેટ્રોલ પંપ તેમજ એક ગેસ એજન્સીમાં સર્વે હાથ ધર્યો હતો. અને મોડે સુધી હિસાબોની તપાસ હાથ ધરી હતી. જોકે, લખાઇ રહ્યું છે ત્યાં સુધી કેટલા હિસાબો અપ્રમાણસરનાં છે તેની વિગતો બહાર આવી નથી. પરંતુ નોટબંધી બાદ હાથ ધરાયેલા સર્વેમાં હિસાબોનાં અનેક ગોટાળા બહાર આવવાની શક્યતા પણ જોવાઇ રહી છે. ઇન્કમટેક્ષનાં સર્વેમાં મોટા માથાઓને ઝપટમાં લીધા હતા ત્યારે અન્ય વેપારીઓમા પણ ઇન્કમટેક્ષનાં સર્વેનાં પગલે ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...