• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર પતિનાં જામીન નામંજુર

જૂનાગઢમાં પરિણીતા પર ત્રાસ ગુજારનાર પતિનાં જામીન નામંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુનામાં અરજદાર આક્ષેપિત આરોપી છે: કોર્ટ

જૂનાગઢમાંમરણજનાર પરિણીતાનાં પતિ સામે ત્રાસ આપવાનો ગુનો દાખલ કરાયો છે. જેમાં કોર્ટે સમાજ વિરોધી ગુનામાં આક્ષેપિત તહોમતદાર હોવાનાં કારણે જામીન નામંજુર કર્યા છે.

કેસની વિગત પ્રમાણે, જૂનાગઢનાં આંબેડકરનગરમાં રહેતા છગન ઉર્ફે કાંતિ ભીમાભાઇ વાઢેર સામે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી 306, 498(ક), 114 મુજબનો ગુનો નોંધાયો છે. મૃતક પરિણીતાનાં ગુનામાં ફરીયાદ નોંધાઇ છે. આરોપીએ જામીન અર્થે વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી કે, મજુરી કરી ગુજરાન ચલાવું છું. તેમજ પરિવારમાં કોઇ સગાં સંબંધી નથી. પરિણીતા માનસિક રીતે પીડાઇ રહી હતી. જેની સામે સરકારી વકીલ એન.કે.પુરોહિતે દલીલ કરી હતી કે, પ્રથમ દર્શનીય કેસ, સજા અંગેની ગુનાની ગંભીરતા, સમાજ વિરોધી ગુનામાં જે સામાન્ય વ્યક્તિ ઉપર પડતી છાપ વગેરે ધ્યાને લઇને અરજદાર નાસતા ફરતા રહ્યા છે. જે બાબતે બીજા એડીશ્નલ સેશન્સ જજ કે.એ.પઠાણે જામીન નામંજુર કરતો હુકમ કર્યો છે. તેમજ સમાજમાં ધૃણા ઉપજાવે તેવા પ્રકારનાં કિસ્સામાં અરજદાર આક્ષપિત ગુનામાં છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...