સહકારી મંડળીના સભ્યોને GST અંગે માર્ગદર્શન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાંજિલ્લા સહકારી સંઘ દ્વારા જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદર જિલ્લામાં કાર્યરત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, તથા જૂનાગઢ ભેસાણ,વંથલી અને મેંદરડા તાલુકાની સેવા સહકારી મંડળીઓ માટે સહકારી મંડળીના સભ્યોને જીએસટી અંગે માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કર્યું હતું.જેમાં તજજ્ઞો દ્વારા વેપારીઓ,અને સભ્યોને જીએસટી શું છે. તેના ફાયદા,વેપારીઓએ શું કરવાનું છે. કેવી સમસ્યાઓ સામે આવી શકે તેનો શું ઉપાય છે વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. તો પ્રશ્નોતરી પણ રાખવામાં આવી હતી. જેમાં સભ્યોએ જીએસટીને લઇ પ્રશ્નો કર્યા હતા જેનો તજજ્ઞોએ જવાબ આપ્યો હતો. અા સેમિનારમાં તિમિરભાઇ શાહ,રજનીભાઇ રાજયભાઇ ઠાકરે, મનોજભાઇ દુધાત્રા, અવનીબેન ઠાકર સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...