સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાનો ફાળો જરૂરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામદદનીશ શ્રમ આયુક્તની કચેરી,જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનાં સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ હોલમાંમહિલા સશક્તિકરણ પખવાડીયાની ઊજવણી અંતર્ગત કર્મયોગી મહિલા દિનનું આયોજન કરાયું હતું. જેમા કાર્યક્રમનાં અધ્યક્ષ મેયર આદ્યાશક્તિબેન મજમુદારે જણાવ્યુ હતુ કે સમાજનાં સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો સવિશેષ છે, દેશનાં પ્રત્યેક કામમાં પુરૂષોની સમકક્ષ કામમાં મહિલાઓનું યોગદાન ઉમેરાતુ જાય છે, ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગ સ્વરૂપ આજનાં કર્મયોગી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત સૈા શ્રમજીવી બહેનોને સમાજનાં સર્વાંગી વિકાસમાં તેમની સહભાગીતા બનાવી રાખવા આહવાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...