કેશોદના પાણખાણ ગામની વિધવાને 14 વર્ષે મળ્યો ન્યાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેશન્સ કોર્ટમાં અરજી રદ થયા બાદ જિલ્લા કોર્ટે આદેશ કર્યો

શોટસર્કિટથી મૃત્યુ પામેલા ખેડુતના પરિવારને રૂ.4 લાખ વ્યાજ સાથે ચુકવો

કેશોદનાપાણખાણ ગામની એક વિધવાને વળતર પેટે 4 લાખ રૂપિયા 8 ટકાના વ્યાજ સાથે ચુકવવા જૂનાગઢ જિલ્લા કોર્ટે પીજીવીસીએલ કંપનીને આદેશ કર્યો હતો. જિલ્લા કોર્ટે આજે 14 વર્ષથી ન્યાય માટે ટળવળતા અેક ખેડુતની વિધવા પત્ની અને તેની માતાને ન્યાય આપતો ચુકાદો આપ્યો હતો. અંગેની મળતી વિગત મુજબ કેશોદના પાણખાણ ગામના કરણસિંહ સુખાભાઇ નામના ખેડુતના ખેતરમાં રહેલા પીજીવીસીએલના બે વીજપોલના વાયરો અથડાતા શોટ સર્કિટ થતા સુકા ઘાસમાં આગ લાગી ગઇ હતી જે આગ લાગી ગઇ હતી. સમયે ખેડુત તેમના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા જેથી તુરંત તેઓ ઘાસની આગ ઠારવા ગયા હતા. કરણસિંહ ભયંકર રીતે દાજી જતા તેમનું મોત નિપજ્યું હતું મૃતકના માતા રાધાબેન અને પત્ની સોનીબેને જૂનાગઢ એડિશ્નલ સિનિયર સિવિલ કોર્ટમાં વીજ કંપનીની બેદરકારી સામે વળતર મેળવા અરજી કરી હતી. જે કોર્ટે રદ કરતા અરજદારોએ જૂનાગઢ જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી. જેના આધારે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડી.ટી.સોનની કોર્ટમા઼ જતી રહેતા મેજિસ્ટ્રેટે વીજ કંપનીને મૃતકને 4 લાખ રૂપિયા 8 ટકા વ્યાજ સાથે વળતર પેટે ચુકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...