કોડીનાર શહેરમાંથી સાત લાખની વીજચોરી ઝડપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારશહેરમાં પીજીવીસીએલની ચેકિંગ ટીમોએ 40 કનેકશનમાંથી 7 લાખની વીજચોરી ઝડપી પાડી હતી.

બનાવની મળતી વિગત મુજબ કોડીનારમાં પીજીવીસીએલ ભાવનગર અને મોરબી વીજીલન્સની 10 ટુકડીઓએ રેલવે ક્રોસીંગ પછી બાયપાસ સુધીની સોસાયટીઓમાં સવારથી સાંજ સુધીમાં 400 કનેકશનોમાં તપાસણી હાથ ધરી હતી અને તે પૈકી 40 કનેકશનમાં ગેરરીતિ માલુમ પડતાં 7 લાખની વીજચોરી બહાર આવી હતી. સંબંધીત ગ્રાહકોને આકરણી બીલ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પીજીવીસીએલની ટીમો દ્વારા કોડીનાર શહેર અને પંથકમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

જ્યારે અન્ય એક બનાવમાં જૂનાગઢ એલસીબીની ટીમે તરસીંગડા ગામમાંથી 15 જુગારીઓ ઝડપી લઇ 70 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. જૂનાગઢ એલસીબીનાં પીએસઆઇ જે.પી.જાડેજા અને સ્ટાફે બાતમીનાં આધારે ગુરૂવારે બપોરનાં 3 વાગ્યાનાં અરસામાં માળિયાહાટીના તાલુકાનાં તરસીંગડા ગામે ઇકબાલ વલી મકરાણીનાં મકાનમાં રેઇડ કરી જુગારધામ ઝડપી લીધુ હતું અને સ્થળ પરથી રોકડ, 13 મોબાઇલ, 3 બાઇક મળી કુલ રૂા.70,300નો મુદામાલ કબજે કરી 15 શખ્સોને અટકમાં લઇ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ જુગારીઓ ઝડપાતા પત્તા પ્રેમીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...