• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વોર્ડ 5, 6 અને 7ની પાણીની લાઇનની કામગિરીની તપાસ વિજીલન્સને સોંપો

વોર્ડ 5, 6 અને 7ની પાણીની લાઇનની કામગિરીની તપાસ વિજીલન્સને સોંપો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢકોર્પોરેશનનાં વોર્ડ નંબર 5,6 અને 7માં પાણી પુરવઠા દ્વારા પાણીની પાઇપ લાઇન પાથરવામાં આવી રહી છે.જેમાં ટેસ્ટીંગ,પ્રેશર ટેસ્ટીંગ, પીસીસી વર્કની બેદકારી અને થર્ડ પાર્ટી સાથેની મીલીભગતનાં કારણે કામગીરી નબળી થઇ રહી છે તેવો આક્ષેપ ભાજપનાં કોર્પોરેટરોએ કર્યો છે.અને કામની તપાસી વિજીલન્સ ટીમે સોંપવામાં માંગ કરી છે.

જૂનાગઢ શહેરમાં પાણીની લાઇન નાખવામાં આવી રહી છે.વોર્ડ નંબર 5,6 અને 7માં કામગીરીને લઇ કોર્પોરેટર સંજય કોરડિયા, હિમાંશુ પંડ્યા, સરલાબેન સોઢા, યોગેશ પાનસુરિયા, ગોપાલ બાખોલીયા, જયાબેન ઝાલા, પ્રવિણ વાઘેલાએ સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેટરોએ પાણી પુરવઠા બોર્ડનાં મંત્રીને રજૂઆત કરી જણાવ્યુ છે કે,વોર્ડ નંબર 5,6 અને 7માં પાણીની લાઇન પાથરવાની કામગીરી થઇ રહી છે.80 ટકા વિસ્તારમાં હાલ ટેસ્ટીંગ, પ્રેશર ટેસ્ટીંગ, લાઇનની વ્યવસ્થા થયા બાદ અને ડીસ્ટ્રીબ્યુશન પૂર્ણ થયા પછી મહત્વની એવી પીસીસી વર્કની કામગીરી અતિમહત્વની હોય છે.આ કામગીરીમાં તમામ કોન્ટ્રાકટરો,પીસીસીવર્ક સાથે સંકળાયેલા અન્ય કોન્ટ્રાકટર અને થર્ડ પાર્ટી ઇન્સપેકશન એજન્સીઓની મીલીભગતનાં કારણે કામગીરી નબળી,કાર્યહિન થઇ રહી છે.જળી કામગીરી કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.આ અંગે અમારી પાસે ફરીયાદ આવી રહી છે. તાત્કાલીક ધોરણે રાજય સરકારની સર્વેલન્સ(વિજીલન્સ)ટીમ દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી માંગ છે.અને યોગ્ય રીતે કામ થયુ હોય તો ફરી કરવામાં આવે તેવી માંગ છે.

સિંહનાં હુમલા > 00

દીપડાનાં હુમલા > 03

અધુરી કામગિરીનું પૂર્ણ બીલ ચૂકવવામાં આવ્યું

સંજયકોરડિયાએ જણાવ્યુ હતુ કે,હસ્નાપુરથી જૂનાગઢ સુધીની પાણીની લાઇન 300 મીટર બાકી છે.તેમજ જૂનાગઢ મહાનગર પાલીકાને સોંપવામાં આવી નથી.છતા પણ અધુરી કામગીરીનું પૂર્ણ બીલ ચુકવવામાં આવ્યુ છે.જે ગંભીર બાબત છે.તેની તપાસ કરી ચુકવવામાં આવેલા રૂપિયા વ્યાજ સાથે લેવામાં આવે તેવી માંગ છે.

વોર્ડ9,11,12માં પાણી મળતું નથી

અનિલઉદાણીએ જણાવ્યુ હતુકે, ઉપરકોટનાં તળાવ ભરેલા છે.પરંતુ કોર્પોરેશનની અનઆવડતનાં કારણે વોર્ડ નંબર 9,11,12ને પાણી મળતુ નથી.ત્યારે વિસ્તારમાં વહેલી તકે એકાંતરે પાણી આપવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...