• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સિંહ, દીપડાના વધી રહેલા હુમલાને લઇ તંત્રે કરી તાકીદ

સિંહ, દીપડાના વધી રહેલા હુમલાને લઇ તંત્રે કરી તાકીદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંહ, દીપડાના વધી રહેલા હુમલાને લઇ તંત્રે કરી તાકીદ



જૂનાગઢ,ગિર-સોમનાથ, અમરેલી જિલ્લામાં સિંહ,દીપડાનાં માનવ પર હૂમલા વધી રહ્યા છે.તેમા પણ ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા મજૂરી પર વધુ હૂમલા થઇ રહ્યા છે.સિંહ અને દીપડાનાં હૂમાલથી મહદઅંશે બચી શકાય તે માટે વન વિભાગે કેટલીક સુચનાઓ જાહેર કરી છે. ખાસ કરીને રાત્રીનાં સમયે બહાર ધાબળા ઓઢીને સુવા તાકીદ કરી છે. લોકો પરનાં સમભવિત હૂમલાઓને ખાળી શકાય તે માટે ગીર પશ્વિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકએ તકેદારીનાં ભાગરૂપે સુચાનાઓ જાહેર કરી છે.

મજુરોએ શું કરવું જોઇએ ?

રાત્રે સીમમાં ખુલ્લા વિસ્તારોમાં સુવાનું ટાળવું. મજુરોના દંગા કે પડાવની જગ્યાએ મરઘા,બકરા કુતરા, પાળવા નહિ તુમજ વધેલો માંસાહારી ખોરાક નજીકમાં આજુ બાજુ નાંખવો નહીં. સિંહોની અવર જવર વાળા વિસ્તારો નજીક રસ્તામાં પડાવ નાંખવો નહીં. પડાવ છુટા છુટાના બદલે સમુહમાં રાખવા ઉપરાંત સવારે અને સાંજે બાળકોને એકલા રાખવા નહીં. મારણ પરના સિંહને ખલેલ પહોંચાડવી નહીં. રાત્રીના સમયે ધાબળાનો ઉપયોગ કરવો નહિ.

અન્ય સમાચારો પણ છે...