જોષીપરામાં તૂટેલા ગટરના ઢાંકણાથી અકસ્માતનો ભય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાત્રીના પસાર થતા વાહન અંદર ફસાઇ જાય છે

જૂનાગઢનાખામધ્રોળ ફાટક પાછળના હર્ષદનગર પાસે અાવેલા સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પર ઘણા સમયથી ગટરનું ઢાંકણુ તુંટી ગયું છે. નજીકમાં શિવજી મંદિર હોવાથી અહી મોટી સંખ્યામા ભક્તો દર્શને આવતા હોય છે. તેમજ રાત્રીના પણ અહીથી વાહનો પસાર થતા હોવાથી મોટો અકસ્માત થવાની ભીતી સેવાઇ રહી છે.

જૂનાગઢના ખામધ્રોળ ફાટકથી અગ્રાવત ચોક જવાના રસ્તામાં આવતા સિધ્ધેશ્વર મંદિર પાસે નવી બનેલી ગટરનું ઢાકણુ ઘણા સમયથી તુંટી ગયું છે. જોકે તંત્રના જાણે અહી કોઇ અકસ્માત થાય અને જાનહાની થાય તેની રાહ જોઇ રહ્યું હોય તેમ ઢાકણુ બદલતા નથી. અહિં સિધ્ધેશ્વર મહાદેવ મંદિર છે. વહેલીસવારથી આસપાસના લોકો દર્શને આવતા હોય છે. ઉપરાંત ખામધ્રોળ ફાટકથી અગ્રાવત ચોક જવાનો રસ્તો હોવાથી દિવસભર અનેક બાઇક ચાલકો અહિથી પસાર થતા હોય છે. ક્યારેક અહી બાઇક પણ ફસાઇ ગયા હોવાનું અને અકસ્માત થયા હોવાનું સ્થાનિકો જણાવ્યું હતું અહી કોઇ ગંભીર અકસ્માત થાય તે પહેલા ગટરનું ઢાંકણુ બદલાવવા સ્થાનિકોઅે માંગ કરી છે.

તંત્રની બેદરકારીનો નમુનો, રસ્તા વચ્ચે ખાડો. તસ્વીર-મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...