જૂનાગઢમાં જૂન માસ કોરો રહ્યો હતો. બાદ જુલાઇ મહિનાનાં બીજા સપ્તાહથી વરસાદ પડવાનું શરૂ થયું હતું. જુલાઇ મહિનાનાં બીજા સપ્તાહમાં સતત વરસાદ પડ્યો હતો. આ દરમિયાન સિઝનનો કુલ 63.90 ટકા વરસાદ ખાબકી ગયો હતો. જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો ભરાઇ ગયા હતાં. બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ બન્યો છે. જૂનાગઢમાં બુધવારની રાત્રે વરસાદી ઝાપટુ પડ્યું હતું. બાદ ગુરૂવારે પણ સવારથી વરસાદી ઝાપટા પડવાનાં શરૂ થઇ ગયા હતાં. દિવસ દરમિયાન ધીમીધારે ઝાપટા પડતા રહ્યાં હતાં. છુટાછવાયેલા ઝાપટા પડતા રસ્તા પર પાણી ફરી વળ્યું હતું.તેમજ જૂનાગઢમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં સિઝનનો કુલ 60.90 ટકા વરસાદ નોંધાયો છે. જૂનાગઢ કુલ 25.28 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો