Home » Saurashtra » Latest News » Junagadh » જૂનાગઢનાં ગોડાઉનમાં ધૂળવાળી મગફળી, જિલ્લા કોંગ્રેસનાં ધરણા

જૂનાગઢનાં ગોડાઉનમાં ધૂળવાળી મગફળી, જિલ્લા કોંગ્રેસનાં ધરણા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:46 AM

પાપ છુપાવવા ગોડાઉન ખોલવામાં આવતા નથી : કોંગ્રેસ

  • જૂનાગઢનાં ગોડાઉનમાં ધૂળવાળી મગફળી, જિલ્લા કોંગ્રેસનાં ધરણા
    જીઆઇડીસી-2માં આવેલા પ્લોટ નંબર 210માં ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળી રાખવામાં આવી છે. મગફળીમાં માટીની ભેળસેળ કરવાની ધટનાઓ પણ સામે આવી છે. ત્યારે બુધવારે શહેર મહિલા કોંગ્રેસ દ્વારા રેઇડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ ગોડાઉનમાં તાળા મારેલા હોય પરત ફરવું પડ્યું હતું. બાદ ગુરૂવારે જિલ્લા કોંગ્રેસ અને કિસાન સેલ દ્વારા જીઆઇડીસી-2માં ગોડાઉન સામે પ્રતિક ધરણા કરવામાં આવ્યાં હતાં. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ રિબડિયાએ કહ્યું હતું કે, અમને માહિતી મળી છે કે મગફળીમાં ધુળ અને ફોતરી ભેળવવામાં આવી છે. વારંવાર રજુઆત છતા તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવતું નથી.

    તંત્રએ ગોડાઉન ખોલી રોજકામ કરવું જોઇએ,જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જાય. પરંતુ પાપ છુપાવવા માટે ગોડાઉન ખોલવામાં આવતા નથી. ગોડાઉનમાંથી મગફળી પગ ન કરી જાય તે માટે ખેડૂત આગેવાનોએ તેના પર નજર રાખવી જોઇએ. આ અંગે કલેકટરને ફોન કરી તપાસ કરવા કહ્યું છે. પરંતુ કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તકે ધારાસભ્ય બાબુભાઇ વાજા, ભીખાભાઇ જોશી, વિનુ અમીપરા સહિતનાં હાજર રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending