• Home
  • Saurashtra
  • Latest News
  • Junagadh
  • નિચલા દાતારથી ડેમ સુધીના રોડ પર દબાણને લઇ સાધુ-સંતોની રેલી

નિચલા દાતારથી ડેમ સુધીના રોડ પર દબાણને લઇ સાધુ-સંતોની રેલી

જિલ્લા કલેકટરે આ અંગે સત્વરે યોગ્ય કરવાની ખાત્રી આપી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:46 AM
નિચલા દાતારથી ડેમ સુધીના રોડ પર દબાણને લઇ સાધુ-સંતોની રેલી
નિચલા દાતારથી ડેમ સુધી 9 મિટરનો રસ્તો મંજૂર થયો છે પરંતુ પેશકદમી થતા 8 માસથી રસ્તો બની શકયો નથી જેથી જૂનાગઢના ઉપલા દાતાર જવાના માર્ગ પર થયેલી પેશકદમી દૂર કરવાની માંગ સાથે દાતારના મહંત વિઠ્ઠલબાપુના માર્ગદર્શનમાં રેલી કાઢવામાં આવી હતી. શહેરના વિવિધ ભાગોમાં રેલી યોજાયા બાદ કમિશ્નર તેમજ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. રેલીમાં મોટાપીર બાવા તનસુખગીરી બાપુ, શેરનાથ બાપુ, વૈધનાથ બાપુ,મુકતાનંદગીરી તેમજ યોગીભાઇ પઢીયાર, જ્યોતિબેન વાછાણી, ભાવેશ વેકરીયા,નિર્ભય પુરોહીત, બટુક બાપુ, રાજુભાઇ રાઠોડ, અરવિંદ સોની, ગૌરવ સુખાનંદી, જિજ્ઞેશ આજકીયા,નાનજીભાઇ સાંખ તેમજ મોટી સંખ્યામાં દાતાર સેવકો જોડાયા હતા. જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ આ મામલે સત્વરે યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. દાતાર મહંત વિઠ્ઠલ બાપુએ ઉપલા દાતાર ખાતે ઉપવાસ કરી વિરોધ નોંધાવ્યો હતો.

X
નિચલા દાતારથી ડેમ સુધીના રોડ પર દબાણને લઇ સાધુ-સંતોની રેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App