Home » Saurashtra » Latest News » Junagadh » HIV શિષ્યવૃતી હેઠળ બાળકોને 4000ની સહાય મળે

HIV શિષ્યવૃતી હેઠળ બાળકોને 4000ની સહાય મળે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

ભાસ્કર િવશેષ | મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી : 41 એચઆઇવી પોઝીટીવ મહિલાઓને કાયદા અને યોજનાની માહિતી અપાઇ

  • HIV શિષ્યવૃતી હેઠળ બાળકોને 4000ની સહાય મળે
    જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે,તેના ભાગરૂપે શીશુમંગલ સંસ્થા અને મેડિકલ કોલેજનાં ઓડિટોરીયમ હોલમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શીશુમંગલ ખાતે સંસ્થાનાં બહેનો, ત્યક્તા ધરેલું હિંસાનો ભોગ બનેલા 104 બહેનોને જુદી-જુદી યોજનાઓ અને કાયદાઓથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જયારે મેડિકલ કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં એચઆઇવી પોઝીટીવ 41 બહેનોનેે સારવાર, સરકારની યોજનાઓ, કાયદાનું રક્ષણ વગેરે અંગે મહિતી આપવામાં આવી હતી. જેમાં એચઆઇવી શિષ્યવૃતી હેઠળ બાળકોને વાર્ષિક 4000ની સહાય આપવામાં આવે છે. આ તકે મેયર આદ્યશક્તિબેન મજમુદાર, જ્યોતિબેન વાછાણી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ. એન. વાળા, આરતીબેન જોષી, મેડિકલ કોલેજનાં ડીન એસ.પી. રાઠોડ, રમિલાબેન કથીરિયા, રમેશભાઇ મહિડા, પી.બી.જાદવ,લીંડ બેંકનાં પ્રતિનિધિ, વિહાંગ સંસ્થાની ટીમ, 181ની ટીમ હાજર રહી હતી.

    મોટી સંખ્યામાં હાજર રહેલા બહેનોને મહિલા અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. તસ્વીર - ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending