Home » Saurashtra » Latest News » Junagadh » દબાણ ટીમ | વેપારીઓએ દબાણ કર્યું છે, વેપારીઓ | દબાણ ટીમે દાદાગીરી કરી છે

દબાણ ટીમ | વેપારીઓએ દબાણ કર્યું છે, વેપારીઓ | દબાણ ટીમે દાદાગીરી કરી છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

જૂનાગઢ શહેરનાં માંગનાથમાં દબાણ દૂર કરવા મામલે દબાણ ટીમ -વેપારીઓ આમને સામને વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ...

  • દબાણ ટીમ | વેપારીઓએ દબાણ કર્યું છે, વેપારીઓ | દબાણ ટીમે દાદાગીરી કરી છે
    દબાણ દૂર કરવા ગયેલી મનપાની દબાણ હટાવ ટીમને માંગનાથ રોડમાં વેપારીઓના વિરોધનો સામનો કરવો પડયો હતો. એક સમયે વેપારીઅો અને દબાણ હટાવના કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વેપારીઓના ભારે વિરોધના કારણે દબાણ હટાવ શાખાએ કામગીરી પડતી મૂકી દેવી પડી હતી. બાદમાં વેપારીઓ દુકાનો બંધ કરી મનપા ખાતે દોડી આવ્યા હતા અને દબાણ હટાવ શાખાની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓની રજૂઆત બાદ આસિ. કમિશ્નરે યોગ્ય કરવાની ખાત્રી આપતા મામલો શાંત પડયો હતો.

    આ અંગે મળતી વિગત મુજબ મનપાના કમિશ્નર પ્રકાશ સોલંકીની સૂચનાથી દબાણ હટાવ અધિકારી ભરત ડોડીયા અને તેની ટીમ દબાણ દૂર કરવા નિકળી હતી.મનપા કચેરી સામેની ગલી, આઝાદ ચોક, પોસ્ટ ઓફિસ રોડ અને બાદમાં માંગનાથ રોડ પર કામગીરી જારી રાખી હતી.ત્યારે વેપારીઓઅે દબાણ હટાવ ટીમની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એક તબક્કકે વેપારીઓ અને દબાણ હટાવ ટીમ આમને સામને આવી ગઇ હતી અને વાતાવરણ તંગ બની ગયું હતું. દબાણ હટાવ ટીમે વેપારીઓએ દબાણ કર્યું છે તો વેપારીઓએ જણાવ્યું હતું કે દબાણ હટાવ ટીમે દાદાગીરી કરી છે અને ધાક ધમકી આપી છે. બાદમાં દબાણ હટાવના નામે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વેપારીઓએ ફટાફટ દુકાનોના શટરો પાડી દીધા હતા અને મનપા કચેરીએ દોડી ગયા હતા. જયાં આસિ. કમિશ્નર જયેશ વાજાને મળી રજૂઆત કરી હતી. જયેશ વાજાએ આ મામલે તપાસ કરવાની અને ફરી વખત આવું ન થાય તેની ખાત્રી આપતા મામલો શાંત પડયો હતો અને બાદમાં દુકાનો ફરી ખુલી હતી.

    પ્રેમથી વાત કરી હોત તો ?

    દબાણ હટાવની કામગીરી સારી છે પરંતુ તેમના અધિકારીઓની તુમાખી નડી ગઇ. જો પ્રેમથી કહ્યું હોત તો આવી સ્થિતીજ ઉત્પન્ન ન થાત. વેપારીઓ સાથે અણછાજતું વર્તન ચલાવી ન લેવાય. દુકાનદારો સાથે આતંકવાદી જેવું વર્તન, ધાકધમકી, દાદાગીરી, દબાવવાનો પ્રયાસ થાય ત્યારે તેમની સામે અવાજ ઉઠાવવો જ પડે ને ? ભૂપેન્દ્ર તન્ના (માંગનાથ વેપારી એસો. પ્રમુખ ) અને મંત્રી ચંદ્રકાન્ત દક્ષિણા.

    શું કહે છે દબાણ અધિકારી ?

    અનેક ફરીયાદો બાદ કમિશ્નરની સૂચનાથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે વેપારીઅોની સગવડતા માટે અને તેમને પડતી મુશ્કેલી દૂર કરવા માટે કરેલી કામગીરીમાં વેપારીઓએ સાથ આપવો જોઇએ. અમારી કામગીરી ચાલુ જ રહેશે અને હવે બાકીના જે વિસ્તારોમાં પેશકદમી થઇ હશે ત્યાં કામગીરી કરાશે. કોઇ પણ વિસ્તારમાં પેશકદમી ચલાવી નહિ લેવાય. દબાણ કે લોકોને અડચણરૂપ કાંઇ રાખવામાં આવ્યું હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending