કોંગ્રેસમાં જુથવાદ | શહેર પ્રમુખ આવતાં મહિલા કાર્યકરોએ ચાલતી પકડી
કોંગ્રેસમાં જુથવાદ | શહેર પ્રમુખ આવતાં મહિલા કાર્યકરોએ ચાલતી પકડી
DivyaBhaskar News Network
Aug 10, 2018, 03:45 AM IST
જૂનાગઢ : જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વીનુ અમિપરાની વરણી કરાઇ છે,જેના વિરોધમાં શહેર કોંગ્રેસનાં કાર્યકરો અને હોદેદારોએ રાજીનામા આપી દીધા છે. ગુરૂવારે કોંગ્રેસનાં ધરણામાં શહેર કોંગ્રેસનાં રાજીનામા આપેલા મહિલા કાર્યકર્તાઓ આવ્યાં હતાં. પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમિપરાની એન્ટ્રી થતા મહિલા કાર્યકરોએ ઉભા થઇ ચાલતી પકડી હતી. કોંગ્રેસનાં કાર્યક્રમમાં પણ જુથવાદ સામે આવ્યો હતો. તસ્વીર મેહુલ ચોટલિયા