પાર્કિંગ ન ધરાવતા ટયુશન કલાસીસોને સીલ કરાશે

2 કોમર્શિયલ બિલ્ડીંગના પાર્કિંગ ખુલ્લા કરાવ્યા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
પાર્કિંગ ન ધરાવતા ટયુશન કલાસીસોને સીલ કરાશે
શહેરની પાર્કિંગની અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મનપાએ કમર કસી છે અને આ માટે પાર્કીંગ પ્લેસને ખુલ્લા કરાયા છે તેમજ જયાં પાર્કિંગની સુવિધા નથી એવા ટયુશન કલાસીસોને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની રહી છે. ત્યારે આ સમસ્યામાં ઘટાડો કરવા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને અમુક કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા છે પરંતુ ત્યાં પર્કિંગ કરવા દેવામાં આવતું ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મનપાએ એમજી રોડ પરના 2 કોમર્શિયલ બિલ્ડીંગના બેઝમેન્ટના પાર્કિંગને ખુલ્લા કરાવ્યા હતા.જયારે તમામ વેપારીઓને તેમજ કોમર્શિયલ બિલ્ડીંગના વપરાશકર્તાને પોતાના વાહનોને પાર્કિંગમાં જ પાર્ક કરવા જણાવાયું છે. જયારે અમુક ટયુશન કલાસીસો પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી જેના કારણે ટયુશનમાં આવતા વિદ્યાર્થીઓને પોતાના વાહન,સાઇકલ જાહેર રસ્તા પર પાર્ક કરવાની ફરજ પડે છે જેથી ટ્રાફિકમાં વધારો થાય છે. ત્યારે અાવા ટયુશન કલાસીસોને પણ તાકીદ કરવામાં આવી છે અને પાર્કિંગ ન ધરાવતા કલાસીસો સામે નિયમાનુસાર કાર્યવાહી કરી સીલ મારવા સુધીની કામગીરી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

X
પાર્કિંગ ન ધરાવતા ટયુશન કલાસીસોને સીલ કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App