ઉમરેઠીમાં ખાનગી કંપનીએ પેશકદમી કરતા લોકોમાં રોષ

કંપનીનાં લોકો સાથે વારંવાર ઘર્ષણ થયું છે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
ઉમરેઠીમાં ખાનગી કંપનીએ પેશકદમી કરતા લોકોમાં રોષ
વેરાવળની ખાનગી કંપની દ્વારા ઉમરેઠી ગામમાં આવેલા ડેમમાંથી પાણી ઉપાડવામાં આવે છે. તેમજ કંપની દ્વારા ગામનાં પાદરમાં પેશકદમી કરવામાં આવી છે. આ અંગે ગ્રામજનો અને સરપંચે કલેકટરને રજુઆત કરી છે. ઉમરેઠી ગામમાંથી વેરાવળની ખાનગી કંપની દ્વારા પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. ગામનાં પાદરમાંથી પાણીની લાઇન નિકળે છે. તેમજ ગામ તળમાં જુદા-જુદા બાંધકામ કરવામાં આવ્યાં છે. આ બાંધકામ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનોએ કલેકટરને રજુઆત કરી કહ્યું હતું કે, ગૌચરની જમીનમાં ખાનગી કંપની દ્વારા પેશકદમી કરવામાં આવી છે. અગાઉ પણ આ અંગેની રજુઆત કરવામાં આવી હતી,પરંતુ કોઇ જ ઉકેલ આવ્યો નથી. ખાનગી કંપની સાથે ગ્રામજનોને ઘર્ષણ થઇ રહ્યું છે. ઉકેલ નહી આવે તો ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ ગામની સીમમાંથી કંપનની લાઇન નિકળે છે. લાઇન રીપેર કરવા માટે ઠેર-ઠેર ખાડા ખોદી નાખવામાં આવ્યાં છે.

X
ઉમરેઠીમાં ખાનગી કંપનીએ પેશકદમી કરતા લોકોમાં રોષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App