સોશ્યલ મિડીયા દ્વારા થતી હેરાનગતિ વાળાને મદદ મળશે

સખી વન સ્ટોપ સેન્ટર અંગે પરિચય સેમિનાર યોજાયો ડો.સુભાષ મહિલા આર્ટસ,કોમર્સ કોલેજમાં કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
સોશ્યલ મિડીયા દ્વારા થતી હેરાનગતિ વાળાને મદદ મળશે
જૂનાગઢ ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અેન્ડ હોમ સાયન્સ કોલેજમાં સખી વન સ્ટોપ સેન્ટર અંગે પરિચય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધ અધિકારી પી.બી. જાદવે સખી વન સ્પોટ સેન્ટર એટલે શું ω તે સમજાવ્યું હતું. સરકારનો એવો પ્રયાસ છે કે જેમાં કોઇ પણ સ્ત્રી કે મહિલા પોતાનાં આરોગ્ય સંબંધી, હિંસા સંબંધી કોઇ પણ એક જ જગ્યા ઉપર રજુઆત કરી તેનું નિરાકરણ મેળવી શકે છે. સિવીલનાં આઇટી વિભાગનાં જીજ્ઞાબેને કહ્યું હતું કે, પીડિત મહિલાઓને આશરો, જો કોઇ મહિલા સાથે છેતરપિંડી થઇ હોય, ઘરેલું હિંસા થતી હોય, જાતિય શોષણ થતું હોય, માનસિક-શારિરીક ત્રાસ હોય આવા પિડીતોને આશરો આપવામાં આવે છે. વળી જે મહિલાઓને કાનુની સલાહની જરૂરત હોય, ઇજા પર સારવારની જરૂરત હોય તો પણ સેવા પુરી પાડવામાં આવે છે. કેશોદ સેન્ટર પરનાં કાઉન્સેલર કૃપાબેન લાખાણીએ કહ્યું હતું કે, સોશ્યલ મિડીયા દ્વારા થતી હેરાનગતિ વાળાને પણ મદદ મળે છે. સોશ્યલ મીડિયા દ્વાર ફોટોગ્રાફ વાયરલ કરવા, બ્લેકમેઇલિંગ કરવું વગેરે શોષણની કેટેગરીમાં આવે છે,જેને પણ મદદ મળે છે. આ તકે ડો.બલરામ ચાવડા, ડો. મેઘલબેન બુચ સહિતનાં હાજર રહ્યાં હતાં અને સંસ્થાનાં ટ્રસ્ટી જવાહરભાઇ ચાવડાએ અભિનંદન પાઠવ્યાં હતાં.

X
સોશ્યલ મિડીયા દ્વારા થતી હેરાનગતિ વાળાને મદદ મળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App