181એ માનસિક યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ 181 અભયમની ટીમને માનસિક યુવતી રસ્તા પર બેઠી હોવાની જાણ થતા તાત્કાલીક દોડી ગયા હતા અને યુવતીની પુછપરછ કરી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:45 AM
181એ માનસિક યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
જૂનાગઢ 181 અભયમની ટીમને માનસિક યુવતી રસ્તા પર બેઠી હોવાની જાણ થતા તાત્કાલીક દોડી ગયા હતા અને યુવતીની પુછપરછ કરી તેમના વાલીને જાણ કરી યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

શહેરના રસ્તા પર એક યુવતી બેઠી હોવાની જાણ 181 અભયમને કરતા કાઉન્સેલર અરૂલાબેન કોલડીયા, મહિલા કોસ્ટેબલ કિરણબેન ચૌહાણ, પાઇલોટ રાજેશભાઇ ગઢવી તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુવતિની પુછપરછ કરતા અમરેલી જિલ્લાના ગામનું નામ આપ્યું હતુ. આથી અમરેલી જિલ્લા પોલીસની મદદથી યુવતીના મામાનો સંપર્ક થતા તેમના મામાએ અમદાવાદ ખાતે રહેતા યુવતિના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો.

આથી તેમના વાલીઓ અમદાવાદથી દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે, માનસિક સ્થિતિ ખરાબ હોવાથી એક સંસ્થામાં રાખવામાં આવી છે અને ત્યાંથી કોઇને જાણ કર્યા વગર જ નિકળી ગઇ હતી. આમ જૂનાગઢ 181ની ટીમએ માનસિક યુવતિનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવી ઉમદા કામગીરી પૂરી પાડી છે.

X
181એ માનસિક યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App