Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Junagadh » વિજાપુરમાં સાયકલ સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકો ઝળક્યા

વિજાપુરમાં સાયકલ સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકો ઝળક્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:45 AM

ઓક્ટોબરમાં પુના ખાતે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે

  • વિજાપુરમાં સાયકલ સ્પર્ધામાં જૂનાગઢના સ્પર્ધકો ઝળક્યા
    તાજેતરમાં રાજ્ય કક્ષાની એમટીબી માઉન્ટ એડવેન્ચર સાયકલ સ્પર્ધા મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે યોજાઇ હતી. જેમાં જૂનાગઢના 11 ખેલાડીઓએ સાયકલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંડર-14માં ઝાલાવાડીયા ઓમએ તૃતિય સ્થાન મેળવ્યું છે તેમજ અંડર-19માં પટેલ જય અને ગીનીયા કેસ્વી તૃતિય સ્થાન મેળવ્યું હતું. સિનિયર બહેનોમાં ભલાણી પ્રિતીબેનએ દ્વિતિય સ્થાન મેળવ્યા હતા અને હવે આગામી ઓક્ટોબર માસમાં પુના ખાતે ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. જૂનાગઢના ચારેય ખેલાડીઓએ સાયકલ સ્પર્ધામાં તૃતિય અને દ્વિતિય સ્થાન મેળવી જૂનાગઢનું ગૌરવ વધાર્યુ છે. તમામ ખેલાડીઓને જૂનાગઢ સાયકલીંગ એસોસીએશનના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા તેમ એસોસીએશનના પ્રમુખ કલ્પેશભાઇ ચાંખલાખે જણાવ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending